દહેગામ નગરપાલિકાના વોર્ડ નં.1માં પોલીસ સ્ટેશનની બાજુના રસ્તાની સાઇડ પર આવેલ શ્રમિક પરિવારોની ઝુંપડપટ્ટી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી. શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) તંત્ર દ્વારા જમીન દોસ્ત કરી નાખતાં શ્રમિક પરિવારો બેઘર બન્યાં હતા.
વસવાટને દબાણ મુક્ત કરવામાં આવ્યા
દબાણો હટાવવા અહીંયા વર્ષોથી વસવાટ કરતા રહીશો દ્વારા આજે મામલતદાર ને આવેદનલ પત્ર આપવામાં આવ્યું હતું અને હાલમાં છત છીનવાઈ જતા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે અપીલ કરી હતી જેના દબાણ તોડી નાખવામાં આવ્યા છે એવા પરિવારોએ દાવો કર્યો હતો કે તેઓ નગરપાલિકામાં વર્ષોથી વેરો તેમજ ટેક્સ ભરપાઈ કરી રહ્યા હતા તેમ છતાં પણ તેમના વસવાટને દબાણ મુક્ત કરવામાં આવ્યા છે
આ પણ વાંચોઃ Gandhinagar: ગુજરાત વિધાનસભા ડેપ્યુટી સ્પીકરના પદ માટે પૂર્ણેશ મોદીએ ફોર્મ ભર્યું













