દાહોદ જિલ્લામાં વન્ય પ્રાણીના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામે એક વૃદ્ધા પર દીપડાએ હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.
હુમલામાં વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચી
માહિતી મુજબ 70 વર્ષીય કમીબેન પોતાની દીકરીના ઘરે લગ્ન પ્રસંગે આવ્યા હતા. લગ્નની તૈયારીઓ દરમિયાન ગામ નજીક આવેલા વિસ્તારમાં તેઓ બહાર નીકળ્યા હતા ત્યારે અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. હુમલામાં વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.













