ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વારંવાર ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. હવે મધ્ય ગુજરાતમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. દાહોદમાં આજે સવારે 11.55 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 2.5ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં.
કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો
બીજી તરફ આજે કચ્છના ભચાઉમાં પણ બપોરે 1.43 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 3.4ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 12 કિ.મી દૂર નોંધાયું હતું. આ પહેલા બીજી માર્ચે પણ ગીર સોમનાથના તાલાલામાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાત્રે નવ વાગ્યાની આસપાસ આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 55 કિ.મી દૂર નોંધાયું હતું.
આ પણ વાંચોઃ Gir Somnath News: ઘર કંકાસનો કરૂણ અંજામ, ભેભા ગામે પતિએ કરી પત્નીની હત્યા













