જામ ખંભાળીયામાં નગરપાલિકા વિસ્તારમાં ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાવળ પાડા રહેણાંક વિસ્તારમાં સતત ઉભરાતી ગટરોના પગલે ગંદકીથી ખદબદી ઊઠ્યો છે.

ગટરોના ગંદા પાણીમાંથી પસાર થવા રાહદારીઓ અને વાહનચાલકો મજબૂર

જામ ખંભાળીયાના મુખ્ય માર્ગ પર ભરાયેલા રહેતા ગટરોના ગંદા પાણીમાંથી પસાર થવા રાહદારીઓ અને વાહનચાલકો મજબૂર છે. સતત ભરાયેલા રહેતા ગટરના ગંદા પાણીને કારણે રોગચાળો વકરવાનો સ્થાનિકોમાં ભય જોવા મળ્યો છે.

અનેક રજૂઆતો કરવા છતાં સફાઇની સચોટ કામગીરી કરાતી નથી

ગંદકીના કારણે બાળકો પણ બિમાર પડી રહ્યા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યા છે. લોકોએ આરોપ લગાવ્યો કે પાલિકા તંત્ર અને સદસ્યોને અનેક રજૂઆતો કરવા છતાં સફાઇની સચોટ કામગીરી કરાતી નથી

પાલિકાનું બેજવાબદાર તંત્ર

પાલિકાનું બેજવાબદાર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગંદકીથી ખદબદી રહેલા રાવળ પાળા વિસ્તારમાં તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે


આ પણ વાંચો----    Gandhinagar : રાજ્ય સરકાર હસ્તકના રસ્તાઓ, પુલો માટે મોટો નિર્ણય, જાહેર સંપત્તિની દેખરેખ માટે ખાસ પોર્ટલ શરૂ કરાશે