અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચની ટિકિટોનો મુદ્દે વિધાનસભામાં ગુંજ્યો હતો. ધારાસભ્યએ ટિકિટ નહીં મળતાં ગૃહમા રજૂઆત કરી હતી. ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે ગૃહમા રજૂઆત કરી હતી. બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પણ આ મુદ્દે ગૃહમાં કહ્યું હતું કે, ભાજપના જ ધારાસભ્યને મેચની ટિકિટ નથી મળતી.
વિધાનસભામાં મેચની ટિકિટનો મુદ્દો ઉછળ્યો
ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે વિધાનસભામાં કહ્યું હતું કે, અમારે પણ વર્લ્ડ કપની મેચ જોવા માટે જવું હતું પણ ટિકિટ નહોતી મળી. અમે રમતગમત મંત્રી જયરામ ગામિતને પણ આ બાબતે રજૂઆત કરી હતી. અરવિંદ પટેલે મુદ્દો ઉઠાવતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, હવે પછી ધારાસભ્ય પરિવાર સાથે મેચ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.













