બિનહથિયારી PSI (Police Sub-Inspector)ની ભરતી પરીક્ષામાં 1023 ઉમેદવાર સફળ થયા છે. ઉતીર્ણ ઉમેદવારોની યાદી ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.
ડોક્યુમેન્ટ ચકાસણીની પ્રક્રિયા 5થી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે
ડોક્યુમેન્ટ ચકાસણીની પ્રક્રિયા 5થી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજવામાં આવશે. ઉમેદવાર પોતાનો કોલ લેટર 2 ફેબ્રુઆરી બપોરે 2 વાગ્યાથી વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે.













