ગાંધીનગરમાં હાઈકોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી અપાવવાના બહાને મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. વર્ષ 2025માં ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવરની ભરતી માટે જાહેરાત બહાર પડતા આ તકનો લાભ લઈ ઠગબાજે એક યુવક પાસેથી રૂ.12 લાખ પડાવી લીધા હોવાનું બહાર આવ્યું છે.
નોકરીમાં પાસ કરાવી આપવાની લાલચ આપી
મળતી માહિતી મુજબ ગાંધીનગરના સેક્ટર 3 વિસ્તારમાં રહેતા એક ભાડુઆતે નોકરીમાં પાસ કરાવી આપવાની લાલચ આપી હતી.













