શ્રીલંકાના પાંચ સભ્યોનું ડેલીગેશન આજે ગાંધીનગર સચિવાલય પહોંચ્યું હતું. ડેલીગેશનમાં શ્રીલંકાના મેમ્બર ઓફ પાર્લામેન્ટના સભ્યો તેમજ શ્રીલંકા સરકારના સેક્રેટરીનો સમાવેશ થતો હતો.


મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી

શ્રીલંકન સાંસદોએ ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી.

શ્રીલંકન ડેલીગેશને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બરોડાથી બૌદ્ધ ભગવાનના પૌરાણીક અવશેષો શ્રીલંકા સરકારને ભેટ આપવામાં આવ્યા હતા. આ મુદ્દે શ્રીલંકન ડેલીગેશને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

વેપાર અને આર્થિક સંબંધો મજબૂત બનાવવાના મુદ્દે વિસ્તૃત ચર્ચા

મુલાકાત બાદ શ્રીલંકાનું ડેલીગેશન ગાંધીનગરથી ગિફ્ટ સિટી જવા રવાના થયું છે. ગિફ્ટ સિટી ખાતે ડેલીગેશન દ્વારા બેઠક યોજાશે, જેમાં શ્રીલંકા અને ગિફ્ટ સિટી વચ્ચે વેપાર અને આર્થિક સંબંધો મજબૂત બનાવવાના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.


આ પણ વાંચો-----     Banaskantha :ઠાકોર સમાજના બંધારણનો વિવાદ, વિવાદીત ગીત બાદ કલાકાર સુનિલ ઠાકોરે માફી માગી

  • Follow us on: