અમદાવાદમાં 21 જાન્યુઆરી 2024 થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન, લિકર પરમિટ માટે કુલ 7170 અરજીઓ કરવામાં આવી છે. આ દરમિયાન 5922 અરજીઓ લિકર પરમિટના રિન્યૂઅલ માટે આવી હતી, જ્યારે 1248 નવી લિકર પરમિટ માટે અરજી આવી હતી.


7170 અરજીઓમાંથી 7045 અરજીઓ મંજૂર

આ તમામ 7170 અરજીઓમાંથી 7045 અરજીઓ મંજૂર કરવામાં આવી છે, જે 98%થી વધુ અરજી મંજુર થવા દર્શાવે છે. જોકે, 125 અરજીઓ એવા વિવિધ કારણોસર નામંજૂર કરી દેવામાં આવી છે.

MLA ઇમરાન ખેડાવાલાનો પ્રશ્ન

આ આંકડાઓ વિષે ગુજરાત વિધાનસભામાં MLA ઇમરાન ખેડાવાલા દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જે અંગે જવાબ આપતા, રાજ્ય સરકાર દ્વારા આ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા.



આ પણ વાંચો-----         Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી

  • Follow us on: