ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ફાયર સ્ટેશન નજીક આવેલા કન્સ્ટ્રક્શન સાઇટ પર હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. શ્રમિકોને રહેવા માટે બનાવવામાં આવેલી લેબર કોલોનીમાં આવેલા ખાળકૂવામાં પડી જવાથી 6 વર્ષીય બાળકનું મોત નિપજ્યું છે. બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
ગટરનું પાણી વહેવા માટે ખાળકૂવો બનાવવામાં આવ્યો હતો
પ્રાપ્ત માહિતી મુજબ, કન્સ્ટ્રક્શન સાઇટ પર ગટરનું પાણી વહેવા માટે ખાળકૂવો બનાવવામાં આવ્યો હતો. આ ખાળકૂવામાં અચાનક બાળક પડી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી બાળકને ખાળકૂવામાંથી બહાર કાઢ્યો હતો.













