ગાંધીનગરની સુઘડ કેનાલ પાસેથી મોડી રાત્રે યુવતીઓના મૃતદેહ બહાર કાઢયા છે અને યુવતીઓ ગાંધીનગર કોર્પોરેશનમાં ફરજ બજાવતી હતી, 2 યુવતીના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યા છે અને બન્ને યુવતીઓના આપઘાતનું કારણ અકબંધ છે, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથધરી છે.


ગાંધીનગરની નર્મદા કેનાલમાં બે યુવતીનો આપઘાત

ગાંધીનગર કોર્પોરેશનમાં ફરજ બજાવતી 2 યુવતીઓએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે અને કેનાલમાં કૂદીને સામૂહિક આપઘાત કર્યો છે, તો ફાયરની ટીમે કલાકોના સર્ચ બાદ મૃતદેહને બહાર કાઢયા હતા, મૃતક યુવતીઓની ઓળખ સેજલ જશવંતભાઈ પટેલ(ઉં. વ. 26, રહે. નરોડા, અમદાવાદ) અને રિપલ રાકેશભાઈ રાવત (ઉં. વ. 24, રહે. થલતેજ, અમદાવાદ) તરીકે થઈ છે. આપઘાત કરતા પહેલા બન્ને યુવતીઓએ પરિજનોને ફોન કરીને જાણ કરી હતી કે તેઓ આપઘાત કરવા માટે જઈ રહી છે.

ઝુંડાલ કેનાલમાંથી બંને યુવતીના મૃતદેહ મળ્યા

તો પરિજનોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી, અને રાત્રિના સમયે શોધખોળ ફાયર વિભાગે કરી હતી, તો આ ઘટનામાં પોલીસને કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી, બન્નેના મૃતદેહને પીએમ માટે ખસેડાયા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, આ અંગે સૂત્રોએ જણાવ્યું કે, બંને યુવતીઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તાજેતરમાં થયેલી ભરતીમાં નોકરીએ લાગી હતી. જેમાં એક યુવતી વ્યવસાયવેરા અને બીજી યુવતી મહેકમમાં નોકરી કરતી હતી.


આ પણ વાંચો : Gir Somnath News : ગીર સોમનાથના કોડીનારમાં PGVCLનો જીવંત વીજ વાયર 2 યુવકો પર પડતા ઘટના સ્થળે મોત



  • Follow us on: