ગીર સોમનાથના કોડીનારમાં વીજ વાયર પડતા 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, ગ્રામજનોએ pgvcl પર ગંભીર આરોપ લગાવ્યા છે અને આક્ષેપ કર્યો છે કે, pgvclની ગંભીર બેદરકારીના કારણે આ મોત થયા છે, આ સમગ્ર ઘટનામાં ગામમાં શોકનો માહોલ છે,

કોડીનારમાં વીજ વાયર પડતા 2 યુવકના મોત

કોડીનારના ઘાટવડ ગામે PGVCLની ગંભરી બેદરકારી સામે આવી છે, વાડી વિસ્તારમાંથી બે યુવકો બાઈક લઈને જઈ રહ્યાં હતા તે દરમિયાન જીવતો વીજ વાયર યુવકો પર પડે છે અને બન્ને યુવકો બાઈક પરથી નીચે પડે છે અને મોત થયા છે, તો ઘટનાની જાણ થતા પીજીવીસીએલના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યાં હતા અને તે વિસ્તારમાંથી પસાર થતી વીજ લાઈન તાત્કાલિક બંધ કરી હતી અને પોલીસને જાણ કરી હતી, મૃતક યુવાનો ગામના હોવાની વાત સામે આવી છે.

ચાલુ બાઈક પર વીજ વાયર પડયો

ગીર સોમનાથના કોડીનારના ઘાટવડ ગામે દુર્ઘટના સર્જાઈ છે અને યુવાનો ગામથી વાડીએ જતા હતા તે દરમિયાન બની ઘટના, બાઈક પર પસાર થતા ત્રણ યુવકો પર 11KVનો વીજ વાયર પડ્યો જેમાં ઘટનામાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા છે અને એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે, મૃતકોમાં રવિભાઈ ગોવિંદ ભાઈ ચુડાસમા અને લાલાભાઈ દાનસિંગ ઝાલાનું મોત થયું છે. મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.


આ પણ વાંચો : Surat News : સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીના મળ્યા મૃતદેહ, બન્ને વિદ્યાર્થિનીઓ કોલેજ જવાનું કહી નીકળી હતી