દેશમાં આગામી સમયમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતના 45 અધિકારીઓની ચૂંટણીની કામગીરી માટે પસંદગી કરી છે. જેમાં 35 IAS અને 10 IPS અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. આ પસંદગી પામેલા અધિકારીઓ આગામી પાંચમી ફેબ્રુઆરીએ ચૂંટણીની કામગીરીની તાલીમ માટે દિલ્હી જશે.
ઓબ્ઝર્વર તરીકેની તાલીમ લેવા જશે
દેશમાં આસામ, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પોંડીચેરીમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ રાજ્યોમાં ચૂંટણીની કામગીરી માટે ચૂંટણી પંચે ગુજરાતના 35 IAS અને 10 IPS અધિકારીઓની પસંદગી કરી છે. આ અધિકારીઓ આગામી પાંચમી ફેબ્રુઆરીએ દિલ્હી જશે અને ત્યાં આ અધિકારીઓને જે તે રાજ્યમાં જવાબદારી સુનિશ્ચિત કરાશે. અધિકારીઓ 1 દિવસની ઓબ્ઝર્વર તરીકેની તાલીમ લેવા જશે.
આ 35 IAS અધિકારીઓની પસંદગી કરાઈ
આરતી કંવર,સંદીપ કુમાર, રૂપવંત સિંહ, પી સ્વરૂપ, પ્રવિણ સોલંકી, અવંતિકા સિંહ, રાકેશ શંકર, રાજકુમાર બેનીવાલ, રાજેશ મંજુ, રાજેન્દ્ર કુમાર, રાહુલ ગુપ્તા , પી. ભારતી, રણજીત કુમાર જે, હર્ષદ પટેલ, આલોક પાંડે, જેનું દેવન, સંદીપ કુમાર, અરવિંદ કુમાર, ધવલ પટેલ, મહેશ પટેલ, એમ નાગરાજન, પ્રવિણા ડી કે, કુલદીપ આર્ય, રતનકવર ગઢવીચારણ, વિજય ખરાડી, અજય પ્રકાશ, ડી. ડી. જાડેજા, હરસિત ગોસાવી, અમિત અરોરા, સ્તુતિ ચરણ, આશિષ કુમાર, પ્રભવ જોશી, નેહા કુમારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ 10 IPS અધિકારીઓની પસંદગી કરાઈ
એ. જી. ચૌહાણ, બીપીન આહિરે, પી. એલ. મલ, મકરંદ ચૌહાણ, વિશાલ વાઘેલા, દીપક મેઘાણી, હિતેશ જોયસર, ચૈતન્ય માંડલિક, નિર્લિપ્ત રાય, મયુર પાટીલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Sabarkantha: ગાંભોઈ હાઈવે પર કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા