ગાંધીનગરની માણસા પોલીસે ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો જપ્ત કર્યો છે અને માણસાના બિલોદરામાંથી ચાઈનીઝ દોરીની ૯૬૦ રીલ જપ્ત કરવામાં આવી છે, વેપારીએ ઓરડીમાં ચાઈનીઝ દોરીનો જથ્થો મૂકયો હતો અને તેનું વેચાણ કરવામાં આવતું હોવાની વાત સામે આવી છે, ત્યારે પોલીસે આ જથ્થો કયાંથી આવ્યો તે દિશામાં પણ તપાસ કરી છે શરૂ.
દહેગામમાંથી પણ ઝડપાયો ચાઈનીઝ દોરીનો જથ્થો
દહેગામ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, સલકી ગામમાં આવેલા મોટા વાસમાં રહેતા કમલેશસિંહ મનુસિંહ ઝાલા તેના ઘરે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો રાખે છે અને તેનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા તેના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો અને તે હાજર મળી આવ્યો હતો. જેને સાથે રાખીને ઘરમાં તપાસ કરવામાં આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૮ જેટલા રીલ મળી આવ્યા હતા.













