ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે GIFT સિટીમાં લગભગ પાંચ વર્ષ પહેલાં ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી- GBU સ્થાપીને ઉચ્ચ શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનું કામ શરૂ કર્યું હતું. જેને NITI આયોગના તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં રજૂ કરાયેલા વિઝનને સાકાર કરે છે. NITI આયોગ દ્વારા ગુજરાત સરકારની આ અનોખી પહેલની તેમના અહેવાલમાં પ્રશંસા કરવામાં આવી છે.સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ એડીનબરા (UoE) સાથે ભાગીદારીમાં શરૂ કરાયેલી દૂરદૃષ્ટિપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં વિશ્વની પ્રથમ બાયોટેક્નોલોજી યુનિવર્સિટી સ્થાપના કરી છે.


GBUની રચના કરીને પ્રથમ પગલું ભર્યું

NEP 2020 અને વિકસિત ભારત@2047 પર આધારિત NITI આયોગના અહેવાલમાં જણાવાયું છે કે,ભારતમાં ઉચ્ચ શિક્ષા માટે આવતા દર એક વિદેશી વિદ્યાર્થિની સામે 28 વિદ્યાર્થીઓ ભારતની બહાર શિક્ષા લેવા જાય છે અને જેને પરિણામે ભારતની GDPના લગભગ 2 ટકા જેટલી રકમ વિદેશમાં જતી રહે છે.ગુજરાતે વર્ષ 2020માં નિર્ણાયક પગલું ભરીને GBU દ્વારા ભારતમાં જ વિદ્યાર્થીઓને અંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળી રહે એ માટે GBUની રચના કરીને પ્રથમ પગલું ભર્યું હતું.

ભારતના 17 રાજ્યોના વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો

GBUમાં એડીનબરા યુનિવર્સિટીના સહયોગથી પ્લાન્ટ બાયોટેકનોલોજી, એનિમલ બાયોટેકનોલોજી, મેડિકલ બાયોટેકનોલોજી, ઇન્ડસ્ટ્રિયલ બાયોટેકનોલોજી અને એન્વાયર્નમેન્ટલ બાયોટેક્નોલોજીમાં માસ્ટર્સની ડીગ્રી માટેના અભ્યાસક્રમો અમલી છે. જેમાં સિનોપ્ટિક પરીક્ષાઓ, ચેલેન્જ-આધારિત પ્રેક્ટીકલ, નવ મહિનાના રીસર્ચ-ડિસર્ટેશન અને દર વર્ષે ૨૫ ટોચના વિદ્યાર્થીઓ માટે ઇડિનબર્ગમાં 12-14 અઠવાડિયાની રીસર્ચ ઇન્ટરન્શીપ જેવી નવીન તાલીમનો સમાવેશ થાય છે. વર્ષ 2025માં યુનિવર્સિટી 100 બેઠકો ઉપર ભારતના 17 રાજ્યોના વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. જે NITI આયોગના ગુણવત્તા અને સુલભતા દ્વારા ટોચના વિદ્યાર્થીઓને ભારતમાં જ અભ્યાસ કરવા માટે આકર્ષવાના આહ્વાનને સાકાર કરે છે.

50થી વધુ સંશોધકોને રોજગાર આપવામાં આવ્યો

UoEના વરિષ્ઠ ફેકલ્ટી વાર્ષિક 90 થી પણ વધારે દિવસ GBUમાં લીડરશીપ, ક્વોલીટી અને સ્ટ્રેટેજી માટે માર્ગદર્શન માટે સમર્પિત રહે છે. જેમાં દર સેમેસ્ટરમાં 12 વિઝીટીંગ ફેકલ્ટી જે સિન્થેટિક બાયોલોજી, વેક્સીન ડિઝાઇન, પ્રોટીન એન્જિનિયરિંગ અને માઇક્રોબાયલ ઇકો-ફિઝિયોલોજી જેવા અદ્યતન ઇલેક્ટિવ્સ શીખવવા માટે આવે છે. જેને પરિણામે GBUની 37 જેટલી વિદ્યાર્થી ટીમોએ SSIPની રૂ.2 કરોડ ઉપરાંતની સ્ટાર્ટ-અપ અને અન્ત્રપ્રોન્યોર્શીપની ગ્રાન્ટ અને ફંડિંગ મેળવ્યું છે. GBUએ રૂ.40 કરોડના 70થી વધુ એક્સ્ટ્રામ્યુરલ રીસર્ચ ગ્રાન્ટ્સ મેળવ્યા છે અને આ રીસર્ચ પ્રોજેક્ટ્સમાં 50થી વધુ સંશોધકોને રોજગાર આપવામાં આવ્યો છે.

Ph.D સ્કોલરને એડમીશન આપવામાં આવ્યું

યુનિવર્સિટીમાં કેન્દ્રીય અને રાજ્યની ફેલોશિપ દ્વારા 40થી વધુ Ph.D સ્કોલરને એડમીશન આપવામાં આવ્યું છે, જેમાંથી 20 સીટ ઉપર તો ગુજરાત સરકાર દ્વારા રૂ. 20 હજાર માસિક ફેલોશિપ પણ આપવામાં આવે છે.GBUના ડેપ્યુટી રજિસ્ટ્રાર અને એકેડેમિક વિભાગના વડા વિમલ શાહે જણાવ્યું કે,વર્ષ 2025માં યુનિવર્સિટીના કેટલાક સીમા ચિહ્નરૂપી પરિણામો તેની વૈશ્વિક સ્થિતિને દર્શાવે છે.યુનિવર્સિટીના પ્રો.નિશા સિંહે અલ્ઝાઇમર માટે નેનોપાર્ટિકલ થેરપીના કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં સહ-નેતૃત્વ કર્યું અને પ્રીક્લિનિકલ મોડેલ્સમાં મગજના કોષોના બચાવને 50 ટકાથી 90 ટકા સુધી વધાર્યું છે.જે વિશેનો લેખ વાઈલીની Small જર્નલમાં પ્રકાશિત થયો છે.


આ પણ વાંચોઃ Narmada : SOUમાં હવે એક દિવસમાં 7 હજાર લોકોને પ્રવેશ મળશે, પ્રવાસીઓ માટે સુવિધામાં વધારો કરાયો


  • Follow us on: