ગુજરાત વિધાનસભામાં કામકાજ સમિતીની બેઠકની તારીખ બદલાઈ છે. ગાંધીનગરમાં 13 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે કામકાજ સમિતીની બેઠક થશે. અગાઉ 12મી ફેબ્રુઆરીએ આ બેઠક મળવાની હતી. વિધાનસભાના અધ્યક્ષની વ્યસ્તતાને કારણે આ બેઠકની તારીખ બદલવામાં આવી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહેશે.
કામકાજ સમિતીની બેઠકની તારીખ બદલાઈ
આ ઉપરાંત નાણાં મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી પણ હાજર રહેશે.ગાંધીનગરમાં 13મી ફેબ્રુઆરીએ મળનારી આ બેઠકમાં સરકારના મુખ્ય દંડક અને કોંગ્રેસના નેતા સહિત 10 લોકો હાજર રહેશે. આ બેઠકમાં વિધાનસભામાં રજૂ થનારા બિલો અંગે ચર્ચાઓ થશે.













