આ પ્રસંગે રાજ્યના પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી અને પશુપાલન રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા ખાસ ઉપસ્થિત રહીને વિજેતાઓને એવોર્ડ એનાયત કરી સન્માનિત કરશે. આધુનિક ટેકનોલોજી અને પશુ સંવર્ધનની પરંપરાગત પદ્ધતિઓના સંગમ દ્વારા જે પશુપાલકોએ દૂધ ઉત્પાદન અને પશુ સ્વાસ્થ્ય ક્ષેત્રે નવા માપદંડો સ્થાપિત કર્યા છે.


પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનાર પશુપાલકોને પુરસ્કાર અપાશે

તેમને આ મંચ પરથી પ્રોત્સાહિત કરવામાં આવશે. રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના હેઠળ રાજ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર પશુપાલકોને એવોર્ડની સાથે-સાથે પ્રોત્સાહન માટે ક્રમશ: રૂ. ૧,૦૦,૦૦૦, રૂ. ૫૧,૦૦૦ અને રૂ. ૩૧,૦૦૦ની પ્રોત્સાહક રાશિ પણ એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત દરેક જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનાર પશુપાલકોને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે.

પશુપાલકોને પ્રોત્સાહક રાશિ આપવામાં આવશે

જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર પશુપાલકને રૂ. ૨૫,૦૦૦ અને દ્વિતીય ક્રમે આવનાર પશુપાલકને રૂ. ૨૦,૦૦૦ની પ્રોત્સાહક રાશિ આપવામાં આવશે. તેવી જ રીતે, તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કરનાર પશુપાલકને રૂ. ૨૦,૦૦૦ અને દ્વિતીય ક્રમ હાંસલ કરનાર પશુપાલકને રૂ. ૧૦,૦૦૦ની પ્રોત્સાહક રાશિ આપવામાં આવશે. આમ, શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના અંતર્ગત આવતીકાલે રાજ્ય કક્ષાએ વિજેતા બનેલા કુલ ૩, જિલ્લા કક્ષાએ વિજેતા બનેલા કુલ ૬૬ અને તાલુકા કક્ષાએ વિજેતા બનેલા કુલ ૪૯૬ પશુપાલકો મળી સમગ્ર રાજ્યના કુલ ૫૬૫ પશુપાલકોને કુલ રૂ. ૯૧,૦૦,૦૦૦થી વધુની પ્રોત્સાહક રાશિ એનાયત કરવામાં આવશે.


આ પણ વાંચો : Rajkot News : વિંછીયા સહિત સૌરાષ્ટ્રભરમાં ધોળા દિવસે ચોરીને અંજામ આપનાર ગેંગ ઝડપાઈ


 

  • Follow us on: