ગુજરાતમાં હાલમાં ઠાકોર અને કોળી સમાજની ચર્ચાઓ વધુ પ્રમાણમાં છે. ઠાકોર સમાજનું બંધારણ અને કોળી સમાજમાં નવનીત બાલધિયાને માર મારવાનો મુદ્દે હાલમાં તાજો છે. તેવામાં ઠાકોર અને કોળી વિકાસ નિગમના નવા નિયમોનો વિરોધ કરવામાં આવ્યો છે. આ નિગમમાંથી લેવાતી લોન પર બોજો પડવા બાબતે વિરોધ કરવામાં આવ્યો છે.
ઠાકોર અને કોળી વિકાસ નિગમના નવા નિયમનો વિરોધ
ગુજરાતમાં ઠાકોર અને કોળી વિકાસ નિગમના નવા નિયમોનો વિરોધ કરવામાં આવ્યો છે. આ નિગમમાંથી લેવાતી લોન પર બોજો પડવા બાબતે વિરોધ કરવામાં આવ્યો છે. અગાઉ ઘરની આકારણી પર બોજો પાડવામાં આવતો હતો. હવે 7/12ના ઉતારના ન હોવાથી લોન લેવામાં સમસ્યાની રાવ ઉભી થવા પામી છે. આ બાબતે મંત્રી રમણ સોલંકી અને સ્વરૂપજી ઠાકોરને રજૂઆત કરવામાં આવી છે. 10 દિવસમાં નિર્ણય લેવા માટે અલ્ટીમેટમ અપાયું છે.













