બગદાણાના સેવક પર હુમલાના કેસમાં SITની રચના કરવામાં આવી છે. ભાવનગરના રેન્જ IG ગૌતમ પરમારે SITની રચના કરી છે. અમરેલી ASP જયવીર ગઢવીની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. આ SITમાં 1 PI, 1 PSI અને બે હેડ કોન્સ્ટેબલની નિમણૂક કરવામાં આવી છે. આ કેસમાં SIT તપાસ કરશે અને તેનો રિપોર્ટ રેન્જ આઈજીને મોકલશે. SITને ગુના સંબંધિત કાગળો એકત્ર કરી રોજ રેન્જ આઈજીને રિપોર્ટ મોકલવા સૂચના આપવામાં આવી છે. કોળી સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે મુલાકાત થયા બાદ SITની રચના કરવામાં આવી છે.
યુવકને માર મારવા મુદ્દે સમાજમા રોષ ફેલાયો
બગદાણામાં કોળી સમાજના યુવકને માર મારવા મુદ્દે સમાજમા રોષ ફેલાયો છે. આજે આ ઘટનાને લઈને કોળી સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી. આ ઘટનાને લઈને નિમુબેન બાંભણિયા, હીરા સોલંકી, કુવરજી બાવળિયા, રાજેશ ચુડાસમા પણ હાજર રહ્યા હતાં. મુખ્ય આરોપીની ધરપકડમાં વિલંબ થતાં આક્રોશ ફેલાયો હો. પોલીસની કામગીરીને લઈને પણ રજૂઆત કરવામાં આવી છે. માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર આક્ષેપો કરવામાં આવ્યા છે. મંત્રી પરષોત્તમ સોલંકીએ કહ્યું હતું કે, તટસ્થ તપાસ કરી ગુનેગારોને સજા કરવામાં આવે. ગુનેગારોને પ્રોત્સાહન ના આપવું જોઈએ. ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું હતું કે, આ કોઈ સમાજની લડાઈ નથી. કોઈ સમાજ પર ટીપ્પણી નહીં કરવા તેમણે અપીલ કરી હતી.













