ગાંધીનગરમાં સચિવાલય બહાર પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગર પોલીસની આ ડ્રાઈવ દરમિયાન સચિવાલયમાં પ્રવેશતા કર્મચારીઓના વાહનોની કડક તપાસ કરવામાં આવી.
હેલ્મેટ વિના વાહન ચલાવનાર સામે કાર્યવાહી
ડ્રાઈવ દરમિયાન હેલ્મેટ વિના વાહન ચલાવતા તેમજ કારમાં સીટ બેલ્ટ ન પહેરનાર કર્મચારીઓ સામે સ્થળ પર જ દંડની કાર્યવાહી કરવામાં આવી.













