ગાંધીનગરમાં અસહ્ય દુઃખાવા વચ્ચે એક મહિલાએ રીક્ષામાં જ બાળકને જન્મ આપ્યો હતો. મહિલાને રોડ પર અચાનક દુઃખાવો ઉપડતા મદદ માટે 108 એમ્બ્યુલન્સ ટીમને કૉલ કરવામાં આવ્યો હતો. 108ની ટીમે સ્થળ પર આવીને મહિલાની સફળ ડિલીવરી કરાવી હતી


 રીક્ષામાં બેઠેલી ગર્ભવતી મહિલાને અસહ્ય પીડા થઇ

ગાંધીનગરના સેક્ટર13માં રીક્ષામાં બેઠેલી ગર્ભવતી મહિલાને અસહ્ય પીડા થઇ હતી જેથી તત્કાળ 108 એમ્બ્યુલન્સને ફોન કરાયો હતો. 108 ટીમના કર્મચારીએ ઝડપી પગલાં લઇને રીક્ષામાં જ સફળ ડિલીવરી કરાવી હતી.

 માતા અને બાળકને સુરક્ષિત રીતે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા

 ડિલીવરી બાદ માતા અને બાળકને સુરક્ષિત રીતે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે. હાલ બાળક અને માતા બન્નેની તબિયત સ્થિર છે 108 ટીમની ઝડપી અને સમયસર પગલાંને સ્થાનિકો પ્રશંસા આપી રહ્યા છે.


આ પણ વાંચો---  Patan: બસમાંથી 6.5 તોલા સોનાના દાગીનાની ચોરી કરનારી 3 મહિલા ઝડપાઇ, 8.64 લાખનો મુદ્દામાલ જપ્ત

  • Follow us on: