ગાંધીનગરના રાંધેજામાં વાંદરાના હુમલામાં એક યુવાન ઘાયલ થયો છે. વાંદરાના આંતકથી લોકોમાં ભય જોવા મળ્યો હતો.


યુવાનને વાનરના હુમલામાં 5 ટાંકા આવ્યા

રાંધેજામાં એક વાનરે યુવક પર અચાનક જ હુમલો કરી દીધો હતો. વાનરે હુમલો કરીને યુવકને બચકું ભરી દીધું હતું જેના પગલે યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાનને વાનરના હુમલામાં 5 ટાંકા આવ્યા હતા હતા.

વાનરને પાંજરે પુરાયો

સમગ્ર મામલે વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમ દોડી આવી હતી અને વાનરને પકડીને પાંજરામાં પુરી દીધો હતો.

 લોકોમાં હાશકારો

વાંદરો પાંજરે પુરાતા લોકોમાં હાશકારો થયો હતો. અચાનક વાનરે કરેલા હુમલાથી લોકોમાં ચકચાર મચી ગઇ હતી.


આ પણ વાંચો----     Junagadhમાં ગળેફાંસો ખાઈને યુવતીનો આપઘાત, પોલીસ ભરતીમાં એક - બે માર્કસથી થઈ હતી નાપાસ


  • Follow us on: