ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા આવવાની ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે.ગીર સોમનાથના તાલાલામાં ચાલુ ડિસેમ્બર મહિનામાં ચારેક વખત ધરતીકંપ આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ત્યારે આજે સવારે 6.07 કલાકે તાલાલામાં 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 18 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ બપોરે 2.32 કલાકે બીજો 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.


આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો આવ્યો

ગીર સોમનાથના તાલાલામાં આજે વહેલી સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ત્યાર બાદ બપોરે 2.32 વાગ્યે 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ તલાલાથી 24 કિ.મી દૂર નોંધાયું છે. સતત બે આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો છે.

12મી ડિસેમ્બરે તાલાલામાં આંચકો આવ્યો હતો

આ પહેલા 12મી ડિસેમ્બરે તાલાલામાં આંચકો આવ્યો હતો. બપોરના સમયે પણ 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ તલાલાથી 14 કિ.મી દૂર નોંધાયું હતું. બીજી તરફ પાંચમી ડિસેમ્બરે પણ તાલાલામાં પ્રથમ આંચકો મોડી રાત્રે અને બીજો આંચકો વહેલી સવારો આવ્યો હતો. 1.6 અને 1.4ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતાં.આ આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલાથી 10 કિ.મી નોર્થ ઈસ્ટમાં નોંધાયું હતું.


આ પણ વાંચોઃ Gujarat News : ગુજરાતમાં "દિલનું દર્દ" વધ્યું ! રાજયમાં હૃદયને લગતા ઇમરજન્સી કેસમાં 12.46 ટકાનો ચિંતાજનક વધારો


  • Follow us on: