ગીર સોમનાથ પોલીસ દ્વારા બેંગ્લોરમાં GNM નર્સિંગ કોર્સમાં એડમિશન અપાવવાની લાલચ આપી વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા અને અસલ દસ્તાવેજો લઈ ફરાર થયેલા આરોપી ઝડપાયો છે. આરોપી જયસુખગીરી જસમતગીરી અપારનાને વેરાવળ સિટી પોલીસે ઝડપી પાડ્યો છે.


 60–70 વિદ્યાર્થીઓ છેતરાયા હતા

પોલીસના જણાવ્યા મુજબ, આ રેકેટમાં 60–70 વિદ્યાર્થીઓ છેતરાયા હતા. વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમ અને અસલ માર્કશીટ–સર્ટિફિકેટ લઈ પરત આપવામાં આવી ન હતી. ફરિયાદના આધારે BNS કલમ 316(2) હેઠળ ગુનો નોંધાયો છે.

પોલીસે આરોપીના રીમાન્ડ મેળવી તપાસ શરુ કરી

પોલીસે આરોપીના રીમાન્ડ મેળવી તપાસ શરુ કરી છે. પોલીસને આશંકા છે કે અન્ય અનેક વિદ્યાર્થીઓ પણ આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. અસલ દસ્તાવેજો રિકવર કરવા અને રેકેટની તમામ કડીઓ શોધવા પોલીસે તપાસ શરુ કરી છે.

કોઇ જ એડમિશન અપાવ્યું ન હતું

આરોપીએ વિદ્યાર્થીઓ પાસેથી એડમિશન અપાવાના નામે પૈસા પડાવ્યા હતા અને દસ્તાવેજો પણ લઇ લીધા હતા પણ ત્યારબાદ કોઇ જ એડમિશન અપાવ્યું ન હતું કે કોઇ જ પ્રકારની પ્રવેશ પરીક્ષા પણ અપાવી ન હતી કે પૈસા અને દસ્તાવેજો પણ પરત આપ્યા ન હતા અને ફરાર થઇ ગયો હતો.

 દલાલોમાં ફફડાટ

ગીર સોમનાથ પોલીસે આ આરોપીને ઝડપી પાડચાં પ્રવેશ અપાવાના નામે ધંધો ચલાવતા દલાલોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. પોલીસે આવા લેભાગુ તત્વો અને બિન અધિકૃત એજન્ટોથી સાવચેત રહેવા અપીલ કરી હતી. 


આ પણ વાંચો-----   Vadodara : ASI લક્ષ્મીકાંતનો કાંડ, તેની મિલકતો અને નાણાંકિય વ્યવહારોની ચકાસણી શરુ, શહેર પોલીસમાં નવાજૂનીના ભણકારા

  • Follow us on: