રાજ્યની કુદરતી સૌદર્યપ્રિય જનતા માટે વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના દરિયામાં ડોલ્ફિન જોવા મળી છે. જે કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવામાં હવે લોકોને ડોલ્ફિન જોવા માટે અન્ય રાજ્ય કે દેશમાં જવાની જરૂર રહેશે નહીં.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા અહેમદપુર માંડવી બીચ પર ડોલ્ફિન દેખાઇ છે. દરિયામાં ઊછળકૂદ કરતી ડોલ્ફિન કેમેરામાં કેદ થઈ છે. દર વર્ષે શિયાળામાં ગુજરાતના ઘણા દરિયાકિનારે મોટી સંખ્યામાં ડોલ્ફિન આવે છે. 40થી વધુ ડોલ્ફિન માંડવી દરિયાની મહેમાન બની છે. જે કારણે સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.













