ગીર સોમનાથમાં ઐતિહાસિક સ્વાભિમાન પર્વને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથ મંદિરે આવી રહ્યા છે. વડાપ્રધાનના આગમન માટે સોમનાથમાં તૈયારીઓ પૂરી રીતે પૂર્ણ કરવામાં આવી છે.


સોમનાથ મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું છે

સોમનાથ મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમનાથ મહાદેવના દર્શન કરવા પણ હજારો ભાવિકો સોમનાથ પહોંચ્યા છે.

PMના રુટને સફેદ, કેસરી અને પીળા ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યો

PMના રુટને સફેદ, કેસરી અને પીળા ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યો છે. 100થી વધુ કારીગરો દ્વારા મંદિર અને તેની આસપાસના પરિસર તેમજ વડાપ્રધાનના માર્ગને સુંદર રીતે સજાવવાની કામગીરી હાથ ધરાઈ છે.

 ટ્રાફિક વ્યવસ્થાપન અને સુરક્ષાનું વિશેષ ધ્યાન

તંત્ર દ્વારા શણગારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી PMના આગમન સમયે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે આ કાર્યક્રમ યાદગાર બને તથા સ્વાભિમાન પર્વની તૈયારીઓમાં મંદિરના સંરક્ષણ, ટ્રાફિક વ્યવસ્થાપન અને સુરક્ષાનું વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.


આ પણ વાંચો----   PM Modi in Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે, આવતીકાલે સોમનાથમાં શૌર્ય યાત્રામાં ભાગ લેશે

  • Follow us on: