ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય આવતીકાલે વયનિવૃત્ત થશે. તેમને ફરી એક્સટેન્શન મળશે કે નહીં તે અંગે અનેક અટકળો શરૂ થઈ છે. પોલીસ વડા નિવૃત્તિના એક દિવસ પહેલા પંચમહાલની મુલાકાતે પહોંચ્યા હતાં. તેમનું પ્રથમ પોસ્ટિંગ ગોધરામાં એએસપી તરીકે થયું હતું. તેમણે ગોધરામાં કામગીરીની યાદોને વાગોળી હતી.
આ સમય ખૂબજ યાદગાર રહ્યો છે
રાજયના પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું હતું કે, ગોધરાથી શરૂ કરીને ડીજીપી સુધીની સફર ખૂબજ યાદગાર રહી છે. અહીં મુલાકાત લેવાનું મન થયું એટલે આવ્યો છું. અહીં આવીને જૂની યાદોને વાગોળી છે. બીજું કંઈ ખાસ નથી પણ અહીંથી પ્રથમ પોસ્ટિંગ પ્રોબેશન અને એએસપી તરીકે થયું અને હવે છેક રાજ્યના ડીજીપી સુધીની સફર ખેડી એટલે આ સમય ખૂબજ યાદગાર રહ્યો છે.













