ગોંડલમાં ચકચારી બનેલા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને મોટો ઝટકો લાગ્યો છે. ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ દ્વારા કરવામાં આવેલી જામીન અરજીને નામંજૂર કરી દીધી છે, જેના પગલે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. આ કેસમાં પોલીસ દ્વારા સ્યુસાઇડ નોટના આધારે અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ગોંડલનો હાઇ-પ્રોફાઇલ કેસ
આ સ્યુસાઇડ નોટને કોર્ટ દ્વારા ગંભીર પુરાવા તરીકે ગણવામાં આવી છે, જેના કારણે કોર્ટે જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. ગોંડલ કોર્ટમાં રાહત ન મળતા, હવે અનિરુદ્ધસિંહ જાડેજા આગામી સમયમાં આ નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકારશે અને ત્યાં જામીન મેળવવા માટે અરજી કરશે. આ હાઇ-પ્રોફાઇલ કેસના કારણે રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચર્ચા જાગી છે.













