ગલ્ફ દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતમાં ગેસ અને ક્રુડ ઓઈલ સહિતના પુરવઠાની ભારે તંગી સર્જાઈ છે. વિદેશમાંથી જથ્થો લઈને આવી રહેલા જહાજોને હોર્મુઝ સ્ટેટથી નીકળવામાં મુશ્કેલી સર્જાઈ છે. ત્યારે ભારતમાં ગઈકાલે શિવાલિક જહાજ ગેસનો જથ્થો લઈને ગુજરાતના મુંદ્રા બંદરે આવી પહોચ્યું હતું. આ ઉપરાંત અન્ય એક ‘નંદદેવી’ જહાજ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત પસાર થઇ ગયું અને આજે જામનગરના વાડીનાર બંદરે પહોંચી ગયું છે.


બે જહાજો ગેસનો પુરવઠો લઈને ગુજરાત પહોંચ્યા

જામનગરના વાડીનાર બંદર પર 46 હજાર મેટ્રીક ટન LPG ગેસનો જથ્થો લઈને નંદાદેવી જહાજ આવી પહોંચ્યું છે. આ જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ગુજરાતના વાડીનાર બંદર ખાતે આવી પહોંચ્યું છે. અગાઉ આ જહાજ ગેસના જથ્થા સાથે કંડલા બંદરે જવાનું હતું પરંતુ કોઈ કારણોસર તેને જામનગરના વાડીનાર બંદરે લાંગરવામાં આવ્યું છે. આજે વાડીનારથી અંદાજિત 10 નોટિકલ માઇલ દૂર તેને અનલોડિંગ કરાશે. આ ઉપરાંત હજી પણ એક જગ લાડકી નામનું જહાજ ગુજરાતના બંદર પર આવે તેવી શક્યતાઓ છે. બે જહાજો ગેસનો પુરવઠો લઈને ગુજરાત પહોંચ્યા છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત પસાર

ગૃહમાં સંબોધન કરતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, હાલમાં ઈરાન, ઇઝરાયેલ અને અન્ય દેશો વચ્ચે જે પ્રકારનું સંકટ ઘેરાયેલું છે અને યુદ્ધનું વાતાવરણ છે, તેવા સમયે ભારતનું LPG ગેસ ભરેલું શિવાલિક જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત પસાર થઈને મુંદ્રા બંદરે ગુજરાતની ધરતી પર આવી પહોંચ્યું છે. આ ઉપરાંત અન્ય એક ‘નંદદેવી’ જહાજ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત પસાર થઇ ગયું છે.

આ પણ વાંચોઃ LPG Crisisની વચ્ચે Tanker Shivalik પહોંચ્યુ ભારત, જાણો યુદ્ધ ક્ષેત્રમાં કેવી રીતે પ્રવેશ્યુ?



  • Follow us on: