જસદણ, વિંછીયા, આટકોટ તથા ભાડલા પોલીસ સ્ટેશનમાં બિનકાયદેસર રીતે પકડાયેલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો નાશ કરવા માટે કરવામાં આવેલી દરખાસ્ત અન્વયે આજે મોટી માત્રામાં દારૂના જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો હતો.


41,798 નંગ બોટલના જથ્થાનો નાશ કરાયો

આ કાર્યવાહીમાં જસદણ પોલીસ સ્ટેશનના 5 ગુનાની રૂ.58,58,460 ની કિંમતની 13,468 બોટલ, વિંછીયા પોલીસ સ્ટેશનના 6 ગુનાની રૂ.5,69,350 ની કિંમતની 859 બોટલ, આટકોટ પોલીસ સ્ટેશનના 2 ગુનાની રૂ.2,24,04,862 ની કિંમતની 27,266 બોટલ તેમજ ભાડલા પોલીસ સ્ટેશનના 2 ગુનાની રૂ.2,67,800 ની કિંમતની 205 બોટલ મળી કુલ ચારેય પોલીસ સ્ટેશનનો રૂ.2,91,00,472 ની કિંમતની 41,798 નંગ બોટલના જથ્થાનો નાશ કરાયો હતો.

રેલ્વે સ્ટેશન વાળી જગ્યા પર દારુનો નાશ કરાયો

દારૂના નિકાલની આ પ્રક્રિયા જસદણમાં વિંછીયા રોડ પર આવેલ જુના પોલીસ સ્ટેશન બિલ્ડીંગ રેલ્વે સ્ટેશન વાળી જગ્યા પર હાથ ધરવામાં આવી હતી. આ તકે ASP નવીનચંદ્ર ચક્રવતી જસદણ . અને જસદણ પ્રાંત અધિકારી આર.આર.ખાંભરા, જસદણ મામલતદારની ટીમ, નશાબંધી અધિકારી, ડો.રાકેશ મૈત્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

દારુ પર જેસીબી મશીન ફેરવી દેવાયું

આ તકે પોલીસ અધિકારીઓની હાજરીમાં રોલર અને જેસીબી મશીન દ્વારા દારૂની બોટલો પર ફેરવીને તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન સ્થળ પર ફાયર ફાઇટર, મેડિકલ ટીમ તેમજ પીવાના પાણી જેવી આવશ્યક સુવિધાઓ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.


આ પણ વાંચો----   Jammu Kashmirના ડોડામાં મોટી દુર્ઘટના, સેનાનુ વાહન ખીણમાં ખાબકતા 10 જવાન શહીદ

  • Follow us on: