જૂનાગઢમાં યોજાનારા મિની કુંભ મેળા એટલે કે મહાશિવરાત્રીના મેળાને લઈને અત્યારે ભવનાથ તળેટીમાં ભક્તિમય માહોલ જામ્યો છે. ભવનાથ મંદિરમાં નૂતન ધ્વજદંડનું સ્થાપન કરવામાં આવ્યું છે.
55 કિલો પિત્તળના નવનિર્મિત ધ્વજદંડની શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપના
મહાશિવરાત્રીના પાવન પર્વ પૂર્વે ભવનાથ મહાદેવ મંદિરના શિખર પર 55 કિલો પિત્તળના નવનિર્મિત ધ્વજદંડની શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપના કરવામાં આવી છે. આ ધ્વજદંડની વિશેષતા એ છે કે તેમાં ટોચ પર ત્રિશુલ પણ અંકિત કરવામાં આવ્યું છે, જે મહાદેવની શક્તિનું પ્રતીક છે.













