દેશ આઝાદ થયો તેના 75 વર્ષ બાદ આજે પણ ગુજરાતમાં વિસાવદર તાલુકાનું હસનાપુર 1700થી વધુની વસ્તી ધરાવતું એક એવું ગામ છે જ્યાંના એક પણ ખેડૂતને સરકારી સહાય કે કોઈ યોજનાઓનો લાભ મળતો નથી.


ગામ વન વિભાગના સેટલમેન્ટ હસ્તક આવે છે.

જૂનાગઢ જિલ્લાનું એક એવું ગામ કે જે રેવેન્યુમાં નથી આવતું કારણ કે તે વન વિભાગના સેટલમેન્ટ હસ્તક આવે છે. જંગલ બોર્ડર વિસ્તારનું ગામ એટલે વિસાવદર તાલુકાનું હંસનાપુર ગામ.1700ની વસ્તી ધરાવતું હસનાપુર ગામમાં વિકાસથી વંચિત છે, સુવિધાના નામે મીંડું છે, જ્યાં પાણી, રસ્તા, આરોગ્ય અને વીજ પુરવઠાને લઈને મોટી સમસ્યા છે.

 ખેડૂતોને એક રૂપિયાનું પણ વળતર મળતું નથી

 આ વિસ્તાર એ ખેતી વિસ્તાર છે અહીં મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે પરંતુ જ્યારે પણ પાક નુકસાની થાય ત્યારે ખેડૂતોને એક રૂપિયાનું પણ વળતર મળતું નથી કારણ કે તે રેવન્યુમાં ન આવતા હોવાથી ખેડૂતોને સરકારની યોજનાનો લાભ નથી મળતો...​ગામડે ગામડે ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી આપવામાં આવી રહી છે તેવા સરકાર દ્વારા દાવા કરાય છે પરંતુ હસનાપુર ગામના ખેડૂતોને હજુ મોંઘા ભાવનું ડીઝલ લઈ પંપ આધારિત ખેતી કરવા મજબૂર બનવું પડી રહ્યું છે. આ વિસ્તાર જંગલને અડીને આવેલો હોવાથી ત્યાં વીજળી આપવામાં આવતી નથી તેવો દાવો કરવામાં આવી રહ્યો છે પણ સેટલમેન્ટના અન્ય ગામોમાં વીજળીની સુવિધા આપવામાં આવી રહી છે.....

વહીવટ સરપંચની જગ્યાએ ફોરેસ્ટર દ્વારા કરવામાં આવે છે

સેટલમેન્ટનું ગામ હોવાથી ગામમાં તમામ વહીવટ સરપંચની જગ્યાએ વન ફોરેસ્ટર દ્વારા કરવામાં આવે છે. જમીની ૭/૧૨, જન્મ-મરણના દાખલા સહિતની તમામ કામગીરી વહીવટી તંત્રને બદલે ફોરેસ્ટર દ્વારા કરવામાં આવે છે..હસ્નાપુરના ખેડૂતો રોષભેર સવાલ ઉઠાવે છે કે શું અમે પાકિસ્તાનમાં કે અન્ય દેશમાં રહીએ છીએ? ખેડૂતોની પાસેથી વિઘોટી લેવામાં આવે છે, અન્ય ખેડૂતની જેમ તેઓ ખેતી કરે છે છતાં આ અન્યાયમાંથી કેટલાં વર્ષો પછી બહાર કાઢવામાં આવશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.

વન વિભાગના સેટલમેન્ટના કુલ ૧૪ જેટલા ગામ

વન વિભાગના સેટલમેન્ટના કુલ ૧૪ જેટલા ગામ છે. આ તમામ ગામડાંઓ હજુ પણ વન વિભાગના કાયદાના લીધે ૧૮મી સદી જેવી હાલતમાં છે. સરકાર નળ સે જળ ની યોજનાની વાત કરી રહ્યું છે પરંતુ આ ગામની મહિલાઓને જળ માટે ગામના સીમાડે નદી કાઠે જવું પડે છે. આ ગામની અંદર લોકોને ઘર ઘરમાં નળ નથી આપવામાં આવ્યા પરંતુ ગામમાં ચાર ડંકીઓ આવેલી છે અને જો તે ડંકીમાં પાણીના તળ નીચા ઉતરી ગયા હોય તો મહિલાઓને ગામથી દૂર જંગલ વિસ્તારમાં આવેલી નદી કાંઠે પાણી ભરવા જવું પડે છે તે પણ ભય ના માહોલ વચ્ચે કારણકે જંગલ વિસ્તાર હોવાથી સિંહ દીપડા સહિતના અનેક વન્ય પ્રાણીઓની અવરજવર દરરોજ રહે છે. જ્યારે મહિલાઓ જીવના જોખમે પાણી ભરવા જાય છે જ્યારે સરકાર પાસે તેમની માંગ છે કે વહેલી તકે તમામ સમસ્યાઓનો ઉકેલ લાવી અને તેમના ગામને રેવન્યુમાં સમાવેશ કરે...

પ્રશ્નોને લઈને મામલતદારે સ્પષ્ટતા કરી

હસનાપુર ગામની સ્થિતિ અંગે ઉઠેલા પ્રશ્નોને લઈને મામલતદારે સ્પષ્ટતા આપી છે. તેમણે જણાવ્યું કે હસનાપુર ગામ વન વિભાગ હેઠળના સેટલમેન્ટ વિસ્તારમાં આવે છે અને તાજેતરના ભારે વરસાદ બાદ સહાય ન મળતા ખેડૂતો રોષ ભરાયા હતા. પરંતુ અન્ય સરકારની યોજનાઓ નો લાભ આ ગામના લોકોને આપવામાં આવી રહ્યો છે તેઓ દાવો કરવામાં આવ્યો છે જેમાં સમાજ સુરક્ષા વિભાગ અંતર્ગત ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, ઇન્દિરા ગાંધી વૃદ્ધ સહાય યોજના તેમજ નિરાધાર વૃદ્ધ સહાય યોજનાનો લાભ અનેક લાભાર્થીઓ લઈ રહ્યા છે. પુરવઠા વિભાગ મારફતે આશરે ૨૦૦ જેટલા બીપીએલ અને અંત્યોદય રેશનકાર્ડ ધારકોને અનાજ આપવામાં આવે છે, જ્યારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ૭૧૩ જેટલા રેશનકાર્ડ ધારકોને મફત અથવા સબસિડીવાળું અનાજ મળે છે. ઉપરાંત શાળાના બાળકોને પ્રધાનમંત્રી પોષણ યોજના હેઠળ મધ્યાહ્ન ભોજન પણ આપવામાં આવે છે. જ્યારે ગામને રેવન્યુ વિસ્તારમાં સમાવવા માટે રાજ્ય સરકારના જાહેરનામા બાદ જ આગળની કાર્યવાહી શક્ય બનશે.

 માપણીની શરૂઆત કરવામાં આવી

આમ હાલ તો આ મુદ્દાને લઈને માપણીની શરૂઆત કરવામાં આવી છે.. સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવશે તે અંગે લોકો રાહ જોઈ રહ્યા છે.


આ પણ વાંચો---     Ahmedabad : પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ તથા ચંદ્રસિંહ મોરી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ, 1500 કરોડથી વધુ રકમની જમીન કૌભાંડનો ઉલ્લેખ

  • Follow us on: