જૂનાગઢમાં કોંગ્રેસ ભવનમાં ગત મંગળવારે સાંજે એક કાર્યકરે ચાલુ મિટિંગ દરમિયાન ફીનાઈલ ગટગટાવી લીધું હતું, જે મામલે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ સામે કાર્યકર દ્વારા જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને જાહેરમાં અવગણના કરી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે અને ફરિયાદ કરવામાં આવી છે.


ચાલુ મિટિંગમાં કાર્યકરે ફીનાઈલ ગટગટાવ્યું હતું

જૂનાગઢમાં વોર્ડ નંબર ૧૫ ના પૂર્વ વોર્ડ પ્રમુખ અને કોંગ્રેસના કાર્યકર દીપક દેવજીભાઈ મકવાણાએ આજે બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ ભીખાભાઈ જોશી સામે ફરિયાદ નોધાવી છે, જેમાં એવું જણાવ્યું છે કે, ગત તા.૯ ડિસેમ્બરના રોજ સાંજે ૫.૪૫ કલાકે કોંગ્રેસ ભવનમાં પાર્ટીની મીટીંગ ચાલુ હતું, અને તેઓ ત્યાં ગયા હતા, તે સમયે સત્કાર સમારોહ ચાલી રહ્યો હતો. દીપકભાઈ છેલ્લા ૨૮ વર્ષથી કોંગ્રેસના પાયાના કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે. અને ૧૨ વર્ષથી પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ અને તેમના પુત્ર શહેર પ્રમુખ મનોજ જોશી સાથે પરિચયમાં છે.

બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી

અને જયારે પાર્ટીને ફંડની જરૂર હોય ત્યારે તેઓએ મદદ કરી છે. તેમ છતાં મીટીંગમાં સત્કાર સમારોહ ચાલી રહ્યો હતો, તેમાં દીપકભાઈની અવગણના કરવામાં આવતા તેમને લાગી આવેલું અને તેઓએ બહાર નીકળીને ચિતાખાના ચોકમાંથી ફીનાઈલની બોટલ ખરીદી અને મીટીંગમાં આવીને ફીનાઈલ પી લેતા ત્યાં હાજર કોંગ્રેસના આગેવાનોએ તેમની પાસેથી ફીનાઈલની બોટલ લઈને બાજુના રૂમમાં બેસાડી દીધો હતો, તે સમયે શહેર પ્રમુખ મનોજ જોશીએ આવીને તેમને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. જે અંગે આજે તેઓએ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.


આ પણ વાંચોઃ Rajkot વાયરલ વીડિયો અંગે પીડિતાએ કર્યો મોટો ખુલાસો, જયારે પણ રૂપિયાની વાત આવે તો મૌલિક ઉશ્કેરાઈ જતો અને...


  • Follow us on: