જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સત્તાવાર આંકડાઓ મુજબ, ડિસેમ્બર માસ દરમિયાન શરદી, તાવ અને ઉધરસ જેવા કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. શરદી, તાવ અને ઉધરસ 100 થી વધારે, ઝાડા ઉલટી 89, ડેન્ગ્યુ 05, મેલેરિયા 02 કેસ નોંધાયા છે, ​હોસ્પિટલ તંત્ર દ્વારા નાગરિકોને આ ઋતુમાં બેદરકારી ન દાખવવા કડક તાકીદ કરવામાં આવી છે.


શિયાળાના સમયમાં વૃદ્ધો અને બાળકોએ વિશેષ કાળજી રાખવી

વહેલી સવારની કડકડતી ઠંડીમાં બાળકો અને વૃદ્ધોને બિનજરૂરી બહાર ન નીકળવા અને ફરજિયાત ગરમ કપડાંનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે, ડાયાબિટીસ, હાઈપરટેન્શન (બીપી) જેવી ગંભીર બીમારી ધરાવતા દર્દીઓએ આ બદલાતા વાતાવરણમાં વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય છે, વાતાવરણમાં થતા ફેરફારોને હળવાશથી લેવાને બદલે શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું અત્યંત જરૂરી છે, અન્યથા બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.

ઘર વપરાશના પાણી ભરેલ પાત્રોને અઠવાડિયામાં એક વાર ખાલી કરવું

આ ઉપરાંત મચ્છરજન્ય બીમારી જેવી કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાથી બચવાના ઉપાય વિશે પણ આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જે અંતર્ગત તળાવ, નદી નાળાં, હવાડા, કેનાલમાં પાણી ભરાયેલ હોય તો તેમાં ગપ્પી માછલી નાખવી જેથી કરીને તેનાં થકી મચ્છરના પોરાનો નાશ કરી શકાશે. અઠવાડિયામાં એક વાર ઘરની આસપાસ, ઘરની અંદર અને ધાબામાં ભરાયેલા પાણીને ખાલી કરવાનું અને ઘર વપરાશના પાણી ભરેલ પાત્રોને અઠવાડિયામાં એક વાર ખાલી કરી, સુકવી ફરી ભરવા માટે જણાવવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો : Surat News : સુરતના લસકાણાના એક તબેલામાંથી ઝડપાયું ભેળસેળયુકત ઘીનું ગોડાઉન, પોલીસે રેડ કરતા થયો પર્દાફાશ


  • Follow us on: