પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ના જૂનાગઢ શહેર વિભાગ હેઠળ આવતા આશરે 30 હજાર વીજ જોડાણોમાં કુલ રૂપિયા 662.59 લાખથી વધુની બાકી રકમ ઊભી રહી છે. આ બાકી રકમમાં સૌથી મોટો હિસ્સો ઘરગથ્થુ વપરાશના ગ્રાહકોનો છે. ઘરવપરાશના 22109 ગ્રાહકો પાસે રૂપિયા 407.37 લાખ, વેપારી વર્ગના 7868 ગ્રાહકો પાસે રૂપિયા 166.78 લાખ, ઔદ્યોગિક વર્ગના 328 ગ્રાહકો પાસે રૂપિયા 64.95 લાખ, સંસ્થાકીય વર્ગના 79 ગ્રાહકો પાસે રૂપિયા 9.97 લાખ તથા સ્ટ્રીટ લાઇટ માટેના 222 જોડાણોની રૂપિયા 13.40 લાખની રકમ બાકી છે.
PGVCLએ મહત્વનો નિર્ણય લીધો
આ બાકી રકમને ઝડપથી વસૂલ કરવા PGVCLએ શહેરના વીજ ગ્રાહકોને હાથ ઊંચા કરીને અપીલ કરી છે કે, તેઓ પોતાનું બાકી વીજબીલ તાત્કાલિક ભરી દે. બિલ ભરવા માટે ગ્રાહકો સંબંધિત પેટા વિભાગીય કચેરીમાં રોકડ કે ચેક દ્વારા કે પછી ઓનલાઇન ડિજિટલ પેમેન્ટ (PGVCL વેબસાઇટ, મોબાઇલ એપ, UPI, નેટ બેન્કિંગ વગેરે)નો વિકલ્પ અપનાવી શકે છે. ખાસ કરીને નવેમ્બર મહિનાની બિલની છેલ્લી તારીખ 30 નવેમ્બર રવિવારે આવતી હોવાથી ગ્રાહકોને અનુકૂળતા રહે તે માટે PGVCLએ મહત્વનો નિર્ણય લીધો છે.













