જૂનાગઢમાં વિલિંગડન ડેમ પાસે હરણનું એક ઝુંડ હરીફરી રહ્યું હતું,અને અહી એક ખુલ્લા પ્લોટમાં કચરાનો ઢગલો પડ્યો હતો, જેમાં હરણ પ્લાસ્ટિક ખાઈ રહ્યા હોય તેવો વિડિયો વાયરલ થયો હતો, જે વિડિયો જોયા બાદ રાજ્યના વન મંત્રીએ તાકીદે તપાસના આદેશ આપીને અહી સફાઈ કરાવીને દંડાત્મક કાર્યવાહીના આદેશ આપ્યા છે.


રાજ્યના વન મંત્રી અર્જૂન મોઢવાડિયાએ ટ્વીટ કરીને અહીં ખાનગી માલિકીના પ્લોટમાં સફાઈ કરી હોવાનો ફોટો અપલોડ કરીને લખ્યું છે કે, આ એક ખાનગી માલિકીનો પ્લોટ હતો. વિગતો ધ્યાને આવતા જ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આખા પ્લોટની સફાઈ કરાવવામાં આવી છે. આ ગંભીર બેદરકારી માટે પ્લોટ માલિક પાસેથી દંડ પણ વસુલવામાં આવશે. આ સાથે ભવિષ્યમાં કોઈ આવી બેદરકારી ન દાખવે તેની તકેદારી રાખવામાં આવશે.

શું હતી સમગ્ર ઘટના?

આ ઘટના એવી હતી કે, વિલિંગડન ડેમ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની અવરજવર સામાન્ય છે. અહીં હરણના ઝુંડ રોજિંદા પ્રવાસીઓને જોવા મળે છે, પરંતુ તાજેતરમાં એક ચોંકાવનારો વિડિયો સામે આવ્યો હતો. આ વિડિયોમાં હરણનું ઝુંડ ડેમ નજીકના એકઠું થઈને પ્લાસ્ટિકનો કચરો ખાતું દેખાયુ હતું. આ દ્રશ્ય જોઈને સ્થાનિક લોકો તેમજ પ્રાણીપ્રેમીઓ ચિંતિત બન્યા હતા.

ધીમા મૃત્યુનું કારણ બને છે પ્લાસ્ટિક

પ્લાસ્ટિક વન્ય પ્રાણીઓ માટે ઘાતક છે. તે પેટમાં અટકી જઈને ધીમે ધીમે મૃત્યુનું કારણ બને છે. ફેંકાયેલો પ્લાસ્ટિક કચરો આવા સુંદર વિસ્તારોમાં પ્રાણીઓના જીવન માટે મોટો ખતરો બની રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો અને તાકીદે તે નિહાળીને રાજ્યના વનમંત્રીએ તપાસના આદેશ આપીને કાર્યવાહી કરાવી હતી.


આ પણ વાંચો - Gandhinagar News : ગંભીર બ્રિજને લઈને મહત્વના સમાચાર, ટુ-વ્હીલર અને રાહદારીઓ માટે અવરજવર ચાલુ



  • Follow us on: