જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં મોટા ફેરફારો લાવનારી જાહેરાત થઈ છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો માટેનું નવું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદાનો સૌપ્રથમ વખત અમલ કરવામાં આવ્યો છે. આ નવા કાયદા હેઠળ જિલ્લામાં 27 ટકા OBC અનામતની જોગવાઈ લાગુ કરવામાં આવી છે.
નવા રોટેશન મુજબ, જૂનાગઢ જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકોમાંથી 8 બેઠકો OBC (અન્ય પછાત વર્ગ) માટે અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત, પંચાયતી રાજમાં મહિલાઓના સશક્તિકરણ માટે કુલ 15 બેઠકો મહિલા ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે.













