આવા જ 11 હજાર રુદ્રાક્ષધારી એક સંતના દર્શન કરવા ભકતોને મળ્યા છે, જેણે માથાથી પગ સુધી ધારણ કર્યા છે રુદ્રાક્ષ, એક નહીં બે નહીં પરંતુ પૂરા અગિયાર હજાર રુદ્રાક્ષની માળાઓથી શણગાર કર્યો છે, ભવનાથના મેળામાં સાધુ-સંતો દૂર દૂરથી ઊમટી પડે છે અને આવા જ ચેતનગીરી નામના સંત એ રુદ્રાક્ષનો મહિમા જાણતા હોવાથી તેઓએ પગથી માથા સુધી 11000 રુદ્રાક્ષની માળાઓ ધારણ કરી છે જેનું વજન અંદાજિત 15 થી 20 કિલો ઉપરનું થતું હશે સવારથી લઈને રાત્રે મોડે સુધી શરીર ઉપર ધારણ કરી અને મેળામાં આવતા ભાવિકોને દર્શન આપે છે.
મેળામાં આવતા ભાવિકોને દર્શન આપે છે સંતો
આટલું જ નહીં પરંતુ રુદ્રાક્ષ તમામ લોકો માટે ખૂબ જ આર્શીવાદ સમાન થાય છે કારણ કે રુદ્રાક્ષ પહેરવાથી લોહીનું પરિભ્રમણ નિયમિત થાય છે અને હૃદયને નુકસાન ઓછું પહોંચે છે તેમજ રુદ્રાક્ષના અનેક ફાયદાઓ પણ શરીરને થાય છે ત્યારે 11000 રુદ્રાક્ષ ધારણ કરી સાધુ ચેતનગીરી મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.













