જૂનાગઢ જિલ્લા જેલ ફરીથી વિવાદમાં આવી છે, અહી અગાઉ જેલ સિપાઈ જેલમાં પ્રતિબંધિત સુવિધાઓ આપવા માટે પૈસા માંગતા હોવાના આક્ષેપો થયા બાદ આજે ફરી આવા જ આક્ષેપ સાથે બે કેદીઓને સિપાઈએ માર મારતા બે કેદીઓને ઈજા થતા તે બનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે તમામ આક્ષેપોને જેલ અધિક્ષકે પાયા વિહોણા ગણાવ્યા છે.


દીવાલમાં માથું ભટકાવીને ઈજા કરી

જૂનાગઢ જિલ્લા જેલમાં બંદીવાન કેદી તરીકે રહેલા સાહિલ રજાક મજગુલ ઉ.૨૪ અને જાવીદ જમાલ શેખ ઉ.૩૪ બને કેદીઓને માથામાં ઈજા થવાથી સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં સાહિલનું એવું કહેવું છે કે, તેમના ઘરેથી ચાર દિવસ પહેલા કપડા આવ્યા હતા, તે લેવા માટે ગયેલ ત્યારે જેલમાં ફરજ પરના એક સિપાઈએ તેને સીદી આદિવાસી બાદશાહ અંગે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને કાઢી મુક્યો અને દીવાલમાં માથું ભટકાવીને ઈજા કરી હતી.

જેલમાં જેલનો સ્ટાફ તેમની સાથે મારકૂટ કરે છે

તો બીજા કેદી જાવીદે જણાવ્યું કે, કારણ વગર જેલમાં જેલનો સ્ટાફ તેમની સાથે મારકૂટ કરે છે, અને જેલમાં અંદર વગદાર કેદીઓને જેલમાં તમાકુ, મોબાઇલ સહિતની અનેક સુવિધાઓ પૈસા લઈને પૂરી પાડવામાં આવે છે, અમે ગરીબ છીએ અમારી પાસે પૈસા નથી જેથી અમને સામાન્ય બાબતે હેરાનગતી કરવામાં આવે છે, અને મારપીટ કરવામાં આવે છે. આ કેદીઓના આક્ષેપો અંગે જેલ અધિક્ષક ડી એમ ગોહિલએ જણાવ્યું કે, જેલમાં સ્ટાફ પર દબાણ લાવવા અને બદનામ કરવા માટે કેદી દ્વારા પોતાની રીતે દીવાલમાં માથું ભટકાવી અને ઇજાઓ પહોંચાડી છે. જેલમાં કોઈએ તેને માર માર્યો નથી તમામ આક્ષેપો પાયા વિહોણા છે.


આ પણ વાંચોઃ Ahmedabad: ઉત્તરાયણ પૂર્વે AMC ની તવાઈ, નિકોલના ‘દાસ ખમણ’ ને કરાયું સીલ


  • Follow us on: