​જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર સજ્જ છે. આ વખતે સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાસ ચલાવી લેવામાં આવશે નહીં.


મેળામાં કુલ 3475 જેટલા સુરક્ષાકર્મીઓ તૈનાત

મેળામાં કુલ 3475 જેટલા સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે જેમાં ASP, DYSP, PI, PSI અને હોમગાર્ડ-GRDના જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મેળા વિસ્તારને પાંચ ઝોનમાં વહેચવામાં આવ્યો

​સમગ્ર મેળા વિસ્તારને પાંચ ઝોનમાં વહેચવામાં આવ્યો છે. દામોદર, રૂપાયતન, ભવનાથ, ગિરનાર અને સીટી ઝોન માં વિભાજિત કરી, દરેક ઝોનની જવાબદારી ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે.​ પિક-પોકેટર્સ અને અસામાજિક તત્વો પર નજર રાખવા માટે સ્પેશિયલ સર્વેલન્સ ટીમો કાર્યરત છે.

વાહનોને ઉપાડવા માટે 10 ક્રેન તૈનાત

પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ કરનાર સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે. 8 વોચ ટાવર અને 35 રાઉટીઓ દ્વારા 24 કલાક બાજ નજર રાખવામાં આવશે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનોને ઉપાડવા માટે 10 ક્રેન તૈનાત છે.

'SHE ટીમ' સતત ગતિશીલ રહેશે

મુલાકાતીઓએ માત્ર નિયત કરેલા 24 પાર્કિંગ સ્થળોનો જ ઉપયોગ કરવાનો રહેશે. મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે 'SHE ટીમ' સતત ગતિશીલ રહેશે.જાહેરમાં વ્યવસ્થા જાળવવા માટે 14 સ્થળોએ પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા સૂચનાઓ આપવામાં આવશે. જે કોઈ પણ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરશે અથવા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે, તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરવામાં આવશે..


આ પણ વાંચો----     Gujaratની રાજનીતિના મોટા સમાચાર, AAPમાંથી રાજીનામુ આપનારા રાજુ કરપડા જોડાશે ભાજપમાં? વાંચો શું કહ્યું


  • Follow us on: