જુનાગઢમાં ચર્ચાસ્પદ બનેલા કેસમાં આજે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ગણેશ જાડેજા અને સાવન સોલંકી વચ્ચે સમાધાન થયું હતું અને બંનેએ એકબીજા સાથે હસતા ચહેરે હાથ મિલાવ્યા હતા. જુનાગઢ કોર્ટમાં આજે બંનેએ પોતાની જુબાની નોંધાવી હતી. સાવન સોલંકી રાજુ સોલંકીનો નાનો ભાઈ છે.


સંજય સોલંકીનું અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો હોવાના ગંભીર આરોપો

આ કેસમાં અગાઉ ગણેશ જાડેજા અને સંજય સોલંકી વચ્ચે ગાડી ચલાવવાના મુદ્દે ઉગ્ર બબાલ થઈ હતી. વિવાદ એટલો વધ્યો કે સંજય સોલંકીનું અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો હોવાના ગંભીર આરોપો લાગ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી હતી.

ગણેશ જાડેજાએ પણ માર માર્યો હોવાનો આરોપ હતો

પોલીસ ફરિયાદ અનુસાર સંજય સોલંકી પર થયેલા હુમલામાં ગણેશ જાડેજાએ પણ માર માર્યો હોવાનો આરોપ હતો. આ મામલે કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો, દરમિયાન આજે બંને પક્ષો વચ્ચે સમાધાન થવાથી કેસમાં નવો વળાંક આવ્યો છે.

રાજુ સોલંકી સાથે જાડેજા પરિવારનું પણ સમાધાન થયું હોવાનું સામે આવ્યું

રાજુ સોલંકી સાથે જાડેજા પરિવારનું પણ સમાધાન થયું હોવાનું સામે આવ્યું છે.


આ પણ વાંચો-----  Gujarat Flashback 2025 : ગુજરાતમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ 6.5 કરોડથી વધુ વૃક્ષો રોપાયા હતા, દેશભરમાં ત્રીજા ક્રમે રહ્યું હતું ગુજરાત

  • Follow us on: