સાંસદ ખેલ મહોત્સવ ખેલમહોત્સવ તા.૧૪/૧૨/૨૦૨૫ના રોજ ભવ્યાતિભવ્ય ઉદઘાટન સમારંભ સરદાર પટેલ રમત સંકુલ, પોરબંદર ખાતે યોજાયેલ હતો. સાંસદ ફિનાલે અને સમાપન સમારોહ જિલ્લાકક્ષા રમત સંકુલ, સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, જુનાગઢ ખાતે તા.૨૫/૧૨/૨૦૨૫ના રોજ યુવા બાબતો અને રમતગમત વિભાગના મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં યોજાશે.


અંતિમ તબક્કો એટલે સાંસદ ફિનાલે જુનાગઢ જિલ્લામાં યોજવામાં આવી રહ્યો છે

૧૧-પોરબંદર લોકસભાનો વિસ્તાર પોરબંદર, રાજકોટ અને જુનાગઢ સહિતનો હોય, પ્રથમ તબક્કો શુભારંભ પોરબંદર જિલ્લામાં મધ્ય તબક્કો તાલુકા અને વિધાનસભા કક્ષાઓ સ્પર્ધા દરમિયાન રાજકોટ જિલ્લામાં અને અંતિમ તબક્કો એટલે સાંસદ ફિનાલે જુનાગઢ જિલ્લામાં યોજવામાં આવી રહ્યો છે.

7 જેટલી પરંપરાગત રમતો સહીતની સ્પર્ધાઓ જુદી-જુદી 4 વયજૂથમાં યોજાશે

અંતિમ પડાવમાં યોજાનાર સાંસદ ફીનાલેમાં ૭(સાત) વિધાનસભાઓના વિજેતા ખેલાડીઓ અને ટીમો વચ્ચે જુદી-જુદી ૭(સાત) જેટલી પરંપરાગત રમતો સહીતની સ્પર્ધાઓ જુદી-જુદી ૪(ચાર) વયજૂથમાં યોજાશે. જેમાં ૧૮૦૦ જેટલા ખેલાડીઓ ફાઈનલ સ્પર્ધાઓ રમશે. સ્પર્ધા દરમિયાન મંત્રી રૂબરૂ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે. સન્માનિત કરશે અને સંવાદ કરશે. ઓલમ્પિક કક્ષાના ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓ સાંસદ ફિનાલે દરમિયાન જુનાગઢ સ્થિત જિલ્લાકક્ષા રમત સંકુલ ખાતે ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાઈવ પ્રસારણના માધ્યમથી ખેલાડીઓ સાથે સંવાદ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાઈવ પ્રસારણના માધ્યમથી સાંસદ ફિનાલેના ખેલાડીઓ સહીત દેશના યુવાઓને આ કાર્યક્રમ દરમિયાન સંબોધિત કરશે. અને ખેલાડીઓ સાથે સંવાદ કરશે.

ઉપસ્થિત રહેવા અપીલ

આ સાંસદ ખેલ મહોત્સવથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ રમતગમત પ્રવૃતિઓને ખુબ વેગ મળશે અને કોમનવેલ્થ ૨૦૩૦ તથા ઓલમ્પિક ૨૦૩૬માં પ્રતિભાગી થઇ અને વિજેતા બનવાની યુવા શક્તિઓને પ્રેરણા મળશે. જુનાગઢ જિલ્લા સહીત નગરજનોને આગામી તા.૨૫/૧૨/૨૦૨૫ના રોજ આ રોમાંચક સ્પર્ધામાં ભાગ લેવા, નિહાળવા જિલ્લા વહીવટી તંત્ર અને કોર્પોરેશન જુનાગઢના માધ્યમથી ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવે છે.

 સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ, જુનાગઢ ખાતે યોજાશે

ખેલ મહોત્સવ માં (૧) કબડ્ડી (૨) ખો-ખો (૩) યોગાસન (૪) રસ્સા ખેંચ (૫) શુટીંગ વોલીબોલ (૬) કુસ્તી (ફ્રી સ્ટાઈલ) (૭) એથલેટીક્સ (૮) સિક્સ & સાઈડ ટેનીસ ક્રિકેટ :- વયજૂથ : (૧) અંડર-૧૭ (૨) અબવ-૧૭ (૩) અબવ-૪૦ (૪) ઓપન એઈજ રમતો રમાડવામાં આવી છે. ૨૫ ડિસેમ્બરે સાંસદ ફિનાલે સવારે ૦૭:૦૦ કલાકેથી સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ, જુનાગઢ ખાતે યોજાનાર છે. જેમાં સૌથી વધુ પોઈન્ટ્સ મેળવનાર વિધાનસભાને ચેમ્પિયન વિધાનસભા જાહેર કરવામાં આવશે. વિજેતા ખેલાડીઓને ટ્રોફી / મેડલથી સન્માનિત કરવામાં આવશે.આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિષ્ઠિત ખેલાડીઓ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે.


આ પણ વાંચો----    Gujarat Flashback 2025 : ગુજરાતમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ 6.5 કરોડથી વધુ વૃક્ષો રોપાયા હતા, દેશભરમાં ત્રીજા ક્રમે રહ્યું હતું ગુજરાત

  • Follow us on: