ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમા નાપાસ થતા કેટલાક યુવક યુવતીઓ જાણે નાસીપાસ થઈને જીવનના આખરી મુકામ સુધી પહોંચી જતા હોય છે. જૂનાગઢમાં આપઘાતની બીજી ઘટના સામે આવી છે. પોલીસ ભરતીમાં માત્ર એક બે માર્ક્સથી નાપાસ થતાં એક યુવકે આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અગાઉ એક યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.


પરીક્ષામાં માત્ર એક કે બે માર્ક્સથી નાપાસ

જૂનાગઢમાં 21 વર્ષની એક યુવતીએ પોલીસ ભરતીમાં નાપાસ થતાં જ જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટના બન્યા બાદ હવે બીજી આપઘાતની ઘટના સામે આવી છે. જેમા જૂનાગઢના એક યુવકે પોલીસ ભરતીની પરીક્ષામાં માત્ર એક કે બે માર્ક્સથી નાપાસ થતાં જ જીવન ટૂંકાવી દીધું છે. આ યુવકે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પોલીસની ભરતી પરીક્ષામાં નાપાસ થતાં યુવક ગુમસુમ રહેતો હતો. મનથી હારી ગયેલા યુવકે આખરે આપઘાતનો રસ્તો અપવાની લીધો છે. રાજકોટમાં રહેતા યુવાને વધાવીમાં અંતિમ પગલું ભર્યું છે. 

આ પણ વાંચોઃ Surat: સચિન GIDC પોલીસે આંતરરાજ્ય ગુનાનો ભેદ ઉકેલ્યો, તમિલનાડુમાં ચોરી કરી સુરતને આશરો બનાવનારા બે શખ્સો ઝડપાયા


  • Follow us on: