વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ગામમાં આવેલા એક મોટા ભંગારના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.


ફાયર વિભાગની કામગીરી

આગની જાણ થતા જ કરજણ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી. ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. સદનસીબે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

કારણ હજુ અકબંધ

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શંકા સેવાઈ રહી છે, પરંતુ ફાયર વિભાગ અને પોલીસની તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે. 


આ પણ વાંચો----    Local Body Elections 2026 : સુરત કોંગ્રેસના ઉમેદવારનો ગંભીર આરોપ, મને ફોર્મ પરત લેવા માટે 75 લાખની ઓફર કરાઇ હતી, રાજકારણમાં ગરમાવો

  • Follow us on: