સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. એપી ગ્રુપના સંચાલક અનિલ પરમાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રોકાણકારો સાથે ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. રોકાણ મેળવીને ઓફિસ બંધ કરી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડબ્રહ્માના રોકાણકારો સાથે 24 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
એપી ગ્રુપના સંચાલક અનિલ પરમાર સામે ફરિયાદ
સાબરકાંઠામાં બીઝેડ ફાઈનાન્સની પોન્ઝી સ્કીમનું કૌભાંડ સામે આવ્યા બાદ આ પ્રકારની વધુ સ્કીમો સામે આવી રહી છે. આવી જ એક પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ કરવામાં આવી છે. એપી ગ્રુપના સંચાલક અનિલ પરમાર સામે ગુનો નોંધાયો છે. ખેડબ્રહ્માના રોકાણકારોના રોકાણ મેળવીને ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. લાખો રૂપિયાના રોકાણો મેળવીને એપી કન્સલટન્સીની ઓફિસો બંધ કરી દેવાઈ છે.













