ખેડા જિલ્લાના ગળતેશ્વરના ડભાલીમાં 13 વર્ષીય દિવ્યાંગ સગીરા પર દુષ્કર્મ કરનારા આરોપીને કોર્ટે કડક સજા ફટકારી છે. શેખ ફળિયામાં રહેતા રિયાઝખાન અકબરખાનને નડિયાદ સેશન્સ કોર્ટે દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપી દ્વારા ભોગ બનનાર સગીરાને આચરાયેલા દુષ્કૃત્યને ગંભીરતા સાથે ધ્યાનમાં લેતા આ કડક કાર્યવાહી કરી છે.
11 જેટલા મૌખિક અને 20 જેટલા લેખિત પુરાવાઓ
સરકારી વકીલ ધવલભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા રજૂ કરાયેલી દલીલો તથા 11 જેટલા મૌખિક અને 20 જેટલા લેખિત પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે કડક સજા ફટકારી હતી.













