કચ્છના ભુજના એકતા સુપર માર્કેટ પાસે અકસ્માતના બનાવો વધી જતાં સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.


એકતા સુપર માર્કેટ પાસે ચક્કાજામ

સ્થાનિકોમાં ભારે રોષના પગલે તેમણે એકતા સુપર માર્કેટ પાસે ચક્કાજામ કર્યો હતો. ટ્રાફિક જામના કારણે અનેક વાહનો અટવાઈ ગયા હતા

રસ્તા પર ભારે વાહન અવરજવરના કારણે અકસ્માત

લોકોએ આરોપ લગાવ્યો હતો કે આ રસ્તા પર ભારે વાહન અવરજવરના કારણે અકસ્માત થવાની શક્યતા વધી છે. સ્થાનિકોએ ટ્રાફિક સમસ્યાને લઈને વિરોધ નોંધાવ્યો છે.

 પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકોને સમજાવાનો પ્રયાસ કર્યો

ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકોને સમજાવાનો પ્રયાસ કર્યો હતો અને ટ્રાફિક ફરી સામાન્ય કરવા અને વાહનચાલકો માટે માર્ગ ખોલવા પ્રયત્ન કર્યા હતા.


આ પણ વાંચો----    Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો

  • Follow us on: