રાજ્યમાં આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. આ વચ્ચે મહેસાણામાં વધુ એક આગ લાગવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા આદુંદરા રોડ પર એક કચરાના ઢગલામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જે કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગ લાગવાને કારણે અફરાતફરી
કડી શહેરના આદુંદરા રોડ પર કચરાના ઢગલામાં અચાનક આગ લાગી હતી. ડમ્પિંગ સાઇટની બાજુમાં કચરાના ઢગલામાં આગ લાગવાને કારણે અફરાતફરી સર્જાઈ હતી. આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાની જાણ થતા કડી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.













