મહિસાગરના કોઠંબા ગામ નજીક નાકા તળાવમાં ધૂળેટીના પર્વે ન્હાવા ગયેલા 4 યુવકો ડૂબી જવાની ઘટના બની છે જેના પગલે હાહાકાર મચી ગયો હતો. ઘટનામાં 2 યુવકના મોત થયા હતા જ્યારે અન્ય 2 યુવકની શોધખોળ કરાઇ રહી છે.


 નાકા તળાવમાં 4 યુવકો ડૂબ્યા

 કોઠંબાના નાકા તળાવમાં 4 યુવકો ડૂબ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ સ્થળ પર ધસી ગયા હતા અને ડૂબેલા યુવકોને બચાવવા માટે કામગિરી શરુ કરી હતી

 બે યુવકોનું ઘટના સ્થળે મોત

તરવૈયાઓ દ્વારા મહામહેનતે બે યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા પણ તે બે યુવકોનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

અન્ય 2 યુવકનું સારવાર દરમિયાન મોત

તળાવમાં નાહવા પડેલા ચાર યુવકો પૈકી બે યુવકોના ઘટના સ્થળે મોત ત્યારે અન્ય બે યુવકો લુણાવાડા ખાતે સારવાર દરમિયાન મોત થતાં હાહાકાર મચી ગયો હતો અને તહેવાર માતમમાં ફેરવાયો હતો.


આ પણ વાંચો-----    Ahmedabad ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ચર્ચાસ્પદ ધમકીભર્યા મેઈલ કેસમાં આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લેવામાં આવ્યો


  • Follow us on: