મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ધનાલી ગામે આવેલ એક મંદિરમાં તસ્કરો ત્રાટક્યાની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરો મંદિરની જાળીનું તાળું તોડી મંદિરમાં પ્રવેશ્યા હતા અને મંદિરનો સામાન ચોરી લઈ ફરાર થયા હતા.
તસ્કરોએ જાળીનું તાળું તોડ્યું
પ્રાપ્ત માહિતી મુજબ રાત્રિના સમયે મંદિરમાં કોઈ હાજર ન હોવાનો લાભ લઈ તસ્કરોએ જાળીનું તાળું તોડ્યું હતું. ત્યારબાદ મંદિર અંદર લગાવેલી સાઉન્ડ સિસ્ટમ, DVR સહિતનો કિંમતી સામાન ચોરી કરવામાં આવ્યો હતો.













